ગુજરાત માં હાલ નવરાત્રી નો પવૅ ચાલી રહ્યો છે ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રી નો પવૅ નવ દિવસ સુધી ચાલતો હોય છે. અને ખેલૈયાઓ નવલા નોરતા મા ખુબજ ઉત્સાહ થી ગરબા રમતા હોય છે. ત્યારે હવે આ નવરાત્રી ને લઈ ગુજરાત માં રાજકારણ ગરમાયું છે.રાજ્ય ના ગૃહમંત્રી અને બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોર આમને સામને આવી ગયા છે.ગઈ કાલે રાજ્ય ના ગૃહમંત્રી એ ગરબા રમવા ને લઈ ને એક મોટુ નિવેદન આપ્યું હતુ તેમણે કહ્યું હતું કે ખેલૈયાઓને મોડે રાત્રે સુધી અમે છુટ આપી એટલે અમુક લોકો ને પેટમાં દુઃખવા લાગ્યુ છે.ગુજરાત મા ગરબા નહીં રમીયે તો શું પાકિસ્તાન મા જઈ ને ગરબા રમવાના? આ મામલે હવે બનાસકાંઠા ના સાંસદ ગેની બેન ઠાકોર પણ નિવેદન આપ્યું છે કે કાયદો અને સુરક્ષા જાળવવા ની જવાબદારી ગૃહ વિભાગ ની હોય છે.
નવરાત્રી ની સુરક્ષા અને સલામતી જાળવવી રાખવીએ પોલીસ વિભાગ ની ફરજ બને છે.ગુરુવારે બનાસકાંઠા ના સાંસદ ગેની બેન ઠાકોર અંબાજી ગયા હતા.તેમણે ગુરુવારે જગત જનની મા અંબાના દર્શન કરી આરતી પણ ઉતારી હતી.ત્યારે આ દરમિયાન મોડે સુધી ગરબા રમવા મુદ્દે રાજ્ય ના ગૃહમંત્રી મહષૅ સંઘવી એ આપેલા નિવેદન નો સણ સણ તો જવાબ આપ્યો હતો. ગેની બેન ઠાકોરે કહ્યું હતુ કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી . નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ જવાબદારી ગૃહ વિભાગ ની છે.ગેનીબેન ઠાકોરે એમ પણ કહ્યું હતું કે માત્ર યુવાનો ને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવા ની છુટ આપી છે તેવા આક્ષેપો પણ કયૉ હતા.
ગેની બેન ઠાકોરે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા કથળી હોય એમ માત્ર ૨૪ કલાક મા ૫-૫ ઘટનાઓ મહિલાઓના યોન શોષણ, છેડતી અને બળાત્કાર ની ઘટનાઓ બનતી હોય ત્યારે તેવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે નવરાત્રી ઉજવે તેમાં કોઈ વાંધો ન હોઈ શકે.પણ જ્યારે રાજ્ય ના જવાબદાર ગૃહમંત્રી હષૅ સંઘવી એવું કહે કે અહી નહિ તો ગરબા પાકિસ્તાનમાં રમશે.એટલે પણ વાત કાયદા અને વ્યવસ્થા જાળવવા ની છે.તમારા મા તાકાત છે નહીં કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને દિકરીઓ ને સુરક્ષિત રાખવાની. અને મારી તો એટલી વિનંતી છે કે દિકરીઓ એકલી નહીં પણ પરિવાર સાથે નવરાત્રી માં ગરબા રમવા જાય જેથી જે પણ ઘટનાઓ બને છે ફરીવાર ન બને . ગેની બેન ઠાકોરે વધુ માં જણાવ્યું હતું કે હું મા જગત જનની મા અંબાને એટલી જ પ્રાથના કરું છું કે નવરાત્રી ના પવૅ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ,સુખ શાંતિ માહોલમાં નવરાત્રી નો પવૅ ઉજવાય.
રાજ્ય ના ગૃહમંત્રી હષૅ સંઘવીએ નવરાત્રી માં ગરબા રમવા મુદ્દે શું નિવેદન આપ્યું હતુ.
આ વર્ષે વર્ષો પછી નવરાત્રી માં સવારે પાંચ વાગ્યે સુધી ગરબા રમવા ની છુટ આપવામાં આવી છે. વર્ષો પહેલાં નવરાત્રી માં ૫ વાગ્યે સુધી ગરબા રમવા મા આવતા હતા.ત્યારબાદ ઓડર આવ્યો અને ત્યાર બાદ ઓડર આવ્યો અને ગરબા રમવા ની સમય મર્યાદા તે સમયે વધારવા આવી અને રાત્રે ૧૨ વાગ્યે સુધી કરવામાં આવી.પરંતુ હવે ફરી થી ખેલૈયાઓ ને માટે સારા સમાચાર સામે આવ્યા છે.અને ફરી થી ગુજરાત માં નવરાત્રી માં ગરબા રમવા માટે સમય મર્યાદા વધારીને સવારે પાંચ વાગ્યે સુધી પરવાનગી આપવા માં આવી છે.
આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે એક અનોખી ભેટ
આપી છે.
0 ટિપ્પણીઓ