Iran Vs Israel Letest News, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મહા યુદ્ધ ની પુરેપુરી શક્યતાઓ ઈઝરાયેલ ના Pm Benjamin Netanyahu આવું બોલ્યા જુઓ


 Iran અને israel વચ્ચે હાલ મહાયુદ્ધ ની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.હાલ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ના યુદ્ધ ને લ‌ઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.


ઈરાને ગ‌ઈ કાલે રાત્રે ઈઝરાયલ પર ૨૦૦ થી વધુ મિસાઈલ છોડી છે જેથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે એક મોટુ યુદ્ધ થાય એવી પુરેપુરી શક્યતા છે. ઈરાન ની આ કાયૅવાહી બાદ હવે ઈઝરાયેલ ના વડાપ્રધાન નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે ‌, ઈઝરાયેલ ના વડાપ્રધાન (PM) બેન્જામિન નેતન્યાહુ (Benajamin netanyahu) એ કહ્યું છે કે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી ને એક સૌથી મોટી ભુલ કરી છે.જેરુસલેમમો એક સુરક્ષા બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે ઈરાને હવે તેની કિંમત ચુકવવી પડશે.ઈઝરાયેલ ના Pm નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ પર નો હુમલો 'નિષ્ફળ' રહ્યો છે.જયારે નેતન્યાહુએ એમ કહ્યું હતું કે ઈઝરાયેલ ની મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અઘતન છે.જેના કારણે ઈરાન ના હુમલા ને નિષ્ફળ બનાવવા મા આવ્યો હતો.

આ પણ જુઓ

આ પછી આના વિશે શું કહ્યું જુઓ?

ઈઝરાયેલ પર હુમલો થયા પછી ઈરાન ની અત્યાર સુધી ની સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે.ઈરાનના એક અધિકારીએ ઈઝરાયેલ પર ગુસ્સે થઈ એવું કહ્યું છે કે જો ઈઝરાયેલ કાયૅવાહી કરશે તો જડબાતોડ જવાબ આપવા માં આવશે.જયારે ઈરાને સંયુક્ત રાષ્ટ્ર મા એવું કહ્યું છે કે જો ઈઝરાયેલ જવાબ આપશે તો અમે વિનાશક જવાબ આપીશું . તેવાજ સમયે ઈરાની રિવોલ્યુશનરી ગાડેૅ ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યા બાદ જવાબ ની કાયૅવાહી ની ચેતવણી આપી દીધી છે.


ઈરાન ઈઝરાયેલ ને વિનાશક રીતે જવાબ આપવા તૈયાર 


ઈરાન ના એક અધિકારીએ આ મામલે કહ્યું હતું કે અમે હુમલા ના થોડા સમય પહેલા જ રાજદ્વારી ચેનલો દ્વારા વોશિંગ્ટન ને એલર્ટ પણ કયુૅ હતું . ઈરાન ના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સ મા ઈઝરાયેલ પર હુમલા વિશે જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા વિશે રશિયા ને પહેલા થી જ જાણ કરી દેવામાં આવી હતી.ઈરાને વધુ માં કહ્યું છે કે જો ઈઝરાયેલ કાયૅવાહી કરશે તો અમે જડબાતોડ જવાબ આપવા ના છીએ.


હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ જ રહેશે 


ઈરાને કરેલા આ મોટા હુમલા ને જોતા ઈઝરાયેલ એ તેના રહેવાસીઓ ને બંકરો મા જવાનો એક મોટો આદેશ પણ આપી દીધો છે.ઈઝરાયેલ એ વધુ માં વધુ ઈરાન વિશે કહ્યું હતું કે જ્યાં સુધી લેબનોન સરહદ ના નજીક ના ઘરોમાં થી વિસ્થાપિત થયેલા નાગરિકો પાછા ફળવા સુરક્ષિત નહિ થાય ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલો કરવા નુ ચાલુ રાખશે.


ઈરાને ઈઝરાયેલ પર હુમલો શરૂ તો કરી દીધો છે પરંતુ અહેવાલ અનુસાર મુજબ ઈરાને ઈઝરાયેલ પર વધુ માં વધુ એક સાથે ૨૦૦ મિસાઈલ છોડી દીધી હતી.ઈઝરાયલ ની સેનાએ પણ કહી દિધું કે ઈરાન ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો તો કયોૅ છે પરંતુ હાલ આ હુમલા મા સૌથી મોટા સમાચાર તો એ છેકે આ હુમલા મા કોઈ જાનહાનિ ના સમાચાર નથી. આ હુમલા પછી ઈઝરાયેલ સેના ના પ્રવક્તા ડેનિયલ હગારીએ તેમની પ્રેસ કોન્ફરન્સ મા કહ્યુ હતુ કે હુમલો તો થયો છે પણ ત્યાં વસતા લોકો ને કોઈ થયું નહીં બધા સુરક્ષિત છે.અમારી સેના અમારા એરસ્પેસ મા અન્ય કોઈ જોખમો ને જોતી નથી. તેમણે લોકોને કહ્યું કે, હવે તે બહાર જઈ શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ