ધનતેરસ શુભ મુહૂર્ત સમય લક્ષ્મી નારાયણ યોગ આ ૫ રાશિના લોકો માટે શુભ સમાચાર આવું બનશે

ધનતેરસ ૨૦૨૪
ધનતેરસ શુભ મુહૂર્ત ૨૦૨૪

2024 માં ધનતેરસનો દિવસ 29 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવવાનો છે જ્યારે આ દિવસે દીપોત્સવની પણ શરૂઆત થાય છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે જેનાથી ધન ધન્યમાં પણ વધારો થાય છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ધાર્મિક માન્યતા અનુસાર જોવા જઈએ તો આ દિવસે સમુદ્રમંથન દરમિયાન ધનવંતરી અમૃત કરચ લઈને ઉત્પન્ન થયા હતા એવી પણ માન્યતા માનવામાં આવી રહી છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર આ વર્ષે જોવા જઈએ તો ધનતેરસ ખુબ જ ખાસ છે. આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે


જે આ યોગ નું નિર્માણ થઈ રહ્યું છે તે આ ૫ રાશિ ના લોકો માટે ઘણો શુભ રહેશે.


કકૅ


કકૅ રાશિઓ મા આવતા વેપારી વર્ગ માટે સમય સાનુકૂળ રહેશે. લોબા સમયથી પ્રેમ જીવનમાં સમસ્યાઓ ચાલી રહી તો હવે તે દુર થઇ જશે.તમને રોકાણ પર સારું વળતર મળશે. અચાનક તમને કોઈ સારા સમાચાર મળશે. જે પણ સમાચાર મળશે તે તમારા મનને ખુશ કરશે. જે પણ કોઈ નોકરી કરે છે તેમનો પગાર વધી શકે છે અને પ્રમોશન પણ થઈ શકે છે.


મીન 


મીન રાશિમાં જો તમને વાત કરવા જઈએ તો મીન રાશિના લોકો નો આત્મવિશ્વાસ વધશે. સમાજમાં પણ માન સન્માન મળશે.પૈતૃક સંપત્તિનો લાભ પણ તમને મળશે. જે પણ કોઈ કામ મા લાંબા સમયથી અવરોધો આવે તો તે હવે દૂર થઈ જશે અને તેમાં તમને સફળતા મળશે. જે પણ કોઈ લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમને હવે તેમને મનપસંદ હવે નોકરી મળી શકે છે. જે પણ વિધાથીર્ઓ છે તેમને મહેનત નું ફળ મળશે.


વૃશ્વિક 


ધનતેરસ ના કારણે વૃશ્વિક રાશિના લોકો ની આર્થિક સ્થિતિ માં સુધારો થશે.નવા આવક ના સ્ત્રોત બની શકે છે.જયારે આર્થિક લાભની પણ તકો રહેશે.જે પણ ઉધોગપતિઓ છે તેમની આર્થિક ડિલ ફાઈનલ થઈ શકે છે.સુખ ની સુવિધાઓ મા પણ વધારો થ‌ઈ શકે છે.તમારા મનમાં કોઈ બાબત નો માનસિક તણાવ હશે તો તે દુર થઇ જશે.


મિથુન 


મિથુન રાશિના લોકો માટે લક્ષ્મી-નારાયણ યોગ શાળા સમાચાર લાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થી તમને રાહત મળશે. કાર્ય ક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમારા બોસ પણ ખુશ થશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. તમને સમાજમાં માન સન્માન પણ મળશે. આથિૅક લાભોની તકો પણ સારી મળી રહેશે.


વૃષભ 


આ રાશિના લોકો માટે શુભ સમય શરૂ થઈ શકશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે.કોઈ વિવાહિત જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હશે તો તેનું હવે સમાધાન થઈ જશે.જીવન-સાથી સાથે ના તમારા સંબંધો સૌહાદપુણૅ રહેશે. જ્યારે માનસિક તણાવથી તમને રાહત મળશે. જ્યારે મનમા સકારાત્મકતા પણ આવશે.


શુક્રનુ નક્ષત્ર પરિવર્તન આ ત્રણ રાશિઓ ના ભાગ્ય ના દ્વાર ખુલશે ધનતેરસ પહેલા જ એક મોટો લાભ થશે 


જ્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો મંગળ ગ્રહ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે જ્યારે તેના નક્ષત્ર પરિવર્તન થી અને રાશિ પરિવર્તન થી જ બધી રાશિના લોકો પર વ્યાપક અસર થાય છે.૨૮ ઓક્ટોબરે અને સોમવારે મંગળ પુનરવરસુ નક્ષત્રમાંથી નીકળી પુષ્ય નક્ષત્ર મા પ્રવેશ કરશે.જેના કારણે જ મંગળ પુષ્ય યોગ નું નિર્માણ પણ થશે.


જયોતિષશાસ્ત્ર મા યોગ શક્તિશાળી અને પ્રભાવશાળી મંગળ પુષ્ય યોગ ગણાય છે. જ્યારે આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળ ગ્રહ પુષ્ય નક્ષત્ર મા ગૌચર કરે છે.પુષ્ય નો અર્થ એ થાય છે કે પોષણ કરનાર અને ઉજાૅ અને શક્તિ પ્રદાન કરનાર.જયારે મંગળ ગ્રહ પણ ઉજાૅ અને શક્તિ આપનાર એક ગ્રહ છે જ્યારે શક્તિ ત્યારે વધી જાય છે જ્યારે તે આ નક્ષત્રમાં હોય છે. જ્યારે આ ત્રણ રાશિ ના લોકો ને મંગળ પુષ્ય નક્ષત્ર સૌથી વધુ આ લોકો ને લાભ કરાવશે.


સિંહ રાશિ 


આ રાશિના લોકોની નેત્રૃત્વ ક્ષમતા વધશે.જયારે પુષ્ય નક્ષત્રમાં આ મંગળ ના ગોચર દરમિયાન આત્મવિશ્વાસ પણ વધશે.આવક મા વધારો થશે અને ક્રોધ પણ ઘટશે.જયારે નોકરી કરતા લોકો નું માન સન્માન કાયૅક્ષત્રે વધારો થશે.બીજી બાજુ વેપાર નો વિસ્તાર થશે.જયારે મેરીડ લાઈફ અને પારિવારિક જીવન સુખદ રહેશે.


મેષ રાશિ 


આ રાશિના લોકો ઉજાૅવાન અને સાહસી હોય છે.તેમની ઉજાૅ અને આત્મવિશ્વાસ મંગળ પુષ્ય વધારશે.પોતાના લક્ષ્ય ને તેઓ પ્રાપ્ત કરવા આગળ વધી શકશે.જયારે વેપાર મા પણ લાભ થવાની સંભાવના.બીજી બાજુ કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ પણ થશે.અને કરજ ચુકવવા મા પણ એક મોટી સફળતા મળશે.જયારે પરિવાર સાથે બહાર જવાનું અને જમીન ખરીદી ના પણ યોગ થઈ શકે છે.


ધન રાશિ 


આ રાશિના લોકો ઉત્સાહિત અને સ્વભાવથી આશાવાદી હોય છે.તેમનો ઉત્સાહ મંગળ ના ગૌચર દરમિયાન અનેક ગણો વધશે.નવા સ્ત્રોત આવક ના ખુલશે અને ચિંતા પણ ઘટાડો થશે.કરજથી મુક્તિ મળશે અને આવક મા પણ વધારો થશે.જયારે જે પણ લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી શોધ માં સફળતા મળશે.મેરીડ લાઈફ સુખી રહી શકશે.

ધનતેરસ ના દિવસે આ સમયે સોનું ખરીદી નો શુભ સમય રહેશે 

ધનતેર નો તહેવાર આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે આ દિવસે સોનુ ખરીદવાનો યોગ્ય સમય કયો છે અને મુહૂર્ત કયું છે? જ્યારે એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે સોનુ ખરીદવાથી લોકો ના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ એટલે કે દેવી લક્ષ્મી આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે આ દિવસે સોનુ ખરીદો તો સમૃદ્ધિ મા સ્થિરતા મળે છે.


આ ૨૦૨૪ વર્ષ માં ધનતેરસ નો શુભ સમય ૨૯ ઓક્ટોબરે સવારે ૧૦:૩૧ કલાકે શરૂ થશે.અને તે ૩૦ ઓક્ટોબરે બપોર ૧:૧૫ વાગ્યે સુધી ચાલવા નો છે.જો તમારી ઈચ્છાઓ હોય સોનુ ખરીદવાની તો તમે આ સમયે સોનું ખરીદી શકો છો.

જોકે તમને સોનીની ખરીદી માટે ચોક્કસ સમય ની જો તમને વાત કરીએતો એ છે ૨૯ ઓક્ટોબર ની મધ્યરાત્રિએ ૧૨:૦૧ વાગ્યે શરૂ થશે અને ૨:૪૫ વાગ્યે સમાપ્ત થઇ જશે.


જોકે તમને એવું પણ લાગતું હશે કે ધનતેરસના દિવસે રાત્રે કેવી રીતે સોનુ ખરીદી શકાય? ત્યારે અમે તમને જણાવી દઈએ કે તમે ઈચ્છતા હોય તો તમે સમય રાત્રે સોનાની ઓનલાઇન ખરીદી પણ કરી શકો છો.જયારે આ દિવસ માં જો તમને વાત કરીએતો તો ધનતેરસ ના દિવસે ઝવેરીઓ અને અન્ય સોનાની દુકાનો પણ મોડી રાત્રે સુધી ખુલ્લી રહે છે.બજાળમા પણ સોનુ ખરીદવાની ઉતેજના જોવા મળી રહી છે જેથી રાત્રે પણ સોનુ ખરીદવાની કોઈ મુશ્કેલી નહીં આવે.


( નોંધ :- અહીં જે પણ માહિતી આપવામાં આવેલી છે તે સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે Mahan Gujarat આ વિશે પૃષ્ટિ નથી કરતું.)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ