Dana Syclone અત્યારે વાવાઝોડા ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારત ના હવામાન વિભાગ સોમવારે એક સૌથી મોટી જાણકારી આપી હતી કે બંગાળ ની નું લો પ્રેશર બુધવારે વાવાઝોડા માં પરિવર્તિત થઇ જશે. અને જેનું નામ 'દાના' રાખવામાં આવશે. જ્યારે આ બંગાળ ની ખાડી માં બનેલું વાવાઝોડું એક દિવસ બાદ તે ઓડિશા અને પશ્વિમ બંગાળના અડીને આવેલા દરિયા કિનારે ટકરાશે.Dana Cyclone
જયારે હવામાન વિભાગે આ સાયકલોન વિશે વધુ માં જણાવ્યું કે ઓડીશા અને પશ્વિમ બંગાળ એમ આ બે રાજ્યો માં ભારે થી અતિ ભારે વરસાદ પડશે.જયારે આ સિવાય આ 'દાના' વાવાઝોડા ના લીધે ૧૧૦/૧૨૦ કિલોમીટર ઝડપથી પવન ફુંકાઈ શકે છે.આ સમયગાળા દરમિયાન દરિયા કાંઠે માછીમારી કરવા જતા માછીમારો ને કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે.આ 'દાના' વાવાઝોડા નો સામનો કરવા માટે તંત્ર પણ અત્યારથી જ એલર્ટ મા આવી ગયું છે.
ઓડીશામા આ ચક્રવાત ના કારણે તો શાળા - કોલેજ પણ બંધ કરવા ની ફરજ પડી છે.સરકારી કમૅચારીઓ ની રજાઓ પણ ૨૬ ઓક્ટોબર સુધી રદ કરી દેવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 23 ઓક્ટોબર થી લઈને 26 ઓક્ટોબર સુધી ઓડીશા ના દરિયા કાંઠે ભારે થી અતિ ભારે વરસાદ પડવા ની આગાહી કરી છે.
સ્થિતિ ને પહોંચી વળવા NDRF ની ટીમ તૈનાત
કોઈ પણ પરિસ્થિતિ અને મુસિબતો નો સામનો કરવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ ને અત્યારથી એલર્ટ કરી દેવામાં આવી છે.ભટિંડાના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પંકજ શર્માએ જણાવ્યું હતું કે 7 મી બટાલિયન NDRF Team ઓડિશા પહોંચી ચુકી છે. જેમાં 152 જવાનોની ટીમ છે. આ જે ટીમ આવી છે તે 5 જીલ્લામાં તૈનાત કરવામાં આવશે.જે આ ટીમ નું મુખ્ય કાર્ય જીલ્લા વહીવટી તંત્ર ને બચાવવા, સ્થળાંતર અને રાહત સામગ્રી ના વિતરણ નું કામ કરશે.
આ વાવાઝોડા ના કારણે ભારે વરસાદ ની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે 24 ઓક્ટોબર અને 25 ઓક્ટોબર ના રોજ પુવૅ મેદિનીપુર, પશ્વિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને બંગાળના ઝારગામ માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને એક - બે સ્થળોએ ભારે વરસાદ ની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ વધુ માં જણાવ્યું હતું કે કોલકાતા, હુગલી, હાવડા,પુરુલિયા, ઉત્તર 24 પરગણા અને બાંકુરા જીલ્લા માં 24 ઓક્ટોબર અને 25 ઓક્ટોબર ના રોજ એમ બે દિવસ ભારે થી અતિ ભારે વરસાદ પડવા ની આગાહી છે.
ચક્રવાત સમયે મહાનગરપાલિકા ના કંટ્રોલ રૂમ પણ 24 કલાક કામ કરવા પરિસ્થિતિ ને પહોંચી વળવા કાયૅરત રહેશે.પહેલેથીજ સાવચેતી ના ભાગ રૂપે 250 રાહત કેન્દ્રો અને 500 વધારા ના રાહત કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ભુવનેશ્વર ના હવામાન વિભાગ ના આગાહીકાર મનોરમા મહાપાત્રા ના જણાવ્યા અનુસાર મુજબ ચુક્રવાત 'દાના' બુધવારે વધુ મજબૂત બનશે જેના કારણે ઓડિશા અને પશ્વિમ બંગાળ મા ધોધમાર વરસાદ પડી શકે છે.
આ વાવાઝોડા ના કારણે 178 ટ્રેનો પણ રદ કરવામાં આવી
ચક્રવાત 'દાના' વાવાઝોડા ના કારણે ઓડીશામાંથી પસાર થતી 178 જેટલી ટ્રેનો રદ કરવા ની ફરજ પડી છે.જેમા શાલીમાર -પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી -પુરી, ખડગપુર-ખુદાૅ, હાવડા -સિકંદરાબાદ, અને સબલપુર - પુરી જેવી એક્સપ્રેસ નો સમાવેશ પણ થાય છે.બીજી બાજુ આ સિવાય પુરી-હાવડા રૂટ પર પણ ટ્રેનો નું સંચાલન પણ 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત પર આ વાવાઝોડા ની શું અસર થશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ના કારણે બુધવારે ચક્રવાત મા ફેરવાશે જેનુ નામ 'દાના' છે જોકે આ વાવાઝોડા ની જો વાત કરીએતો ગુજરાત માં આ 'દાના' વાવાઝોડા ની અસર નહીં થાય
જોકે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજે બુધવારે રાજ્ય ના ૩૩ જીલ્લા પૈકી ૧૭ જીલ્લા માં હળવો થી મધ્યમ વરસાદ ની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના જીલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે.
0 ટિપ્પણીઓ