PATAN NEWS :- પાટણ માં પ્રગતિ મેદાનમાં ઉતર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ નો એક મોટો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.બનાસકાઠા ના સાંસદ ગેની બેન ઠાકોર નો એક મોટો સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેને લઈ ને પ્રગતિ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.જયારે આ કાયૅક્રમ માં મૈત્રી કરાર ના કાયદા નો પણ એક જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.આ સાથે જ લગ્ન માટે ના ગામના પંચોની પણ સમીક્ષા થવી જોઈએ તેવી માગણી આ સન્માન સમારોહ માં કરવામાં આવી હતી.
આંદોલન નું એક મોટુ રણશિંગું ફુંકવા માં આવશે:- જગદીશ ઠાકોર નુ નિવેદન
કોંગ્રેસ ના નેતા જગદીશ ઠાકોરે જાહેર સભાના મંચ પરથી સંબોધતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લો આથિૅક રીતે પછાત છે પણ રાજકીય રીતે તો સમગ્ર ગુજરાતમાં નંબર વન છે.ઠાકોર સમાજ ખુબજ મોટો સમાજ છે એટલા માટે તો તેને જ ટાગેૅટ કરવામાં આવે છે.રોહીણી પોચ અહેવાલ દબાવી ને બેઠો છે.અને જો જાતિ આધારિત ગણતરી કરવામાં આવે તો ઠાકોર સમાજ ને ઘણું બધું જ મળી શકે છે.જયારે જ્ઞાતિ આધારિત આંદોલન નું રણશિંગું પહેલા પાટણ થી જ ફૂંકવા માં આવશે.
ગેની બેન ઠાકોર બાઈટ મુદા
ગેની બેન ઠાકોરે આ મહા કાયૅક્રમ માં જણાવ્યું હતું કે, આજે પાટણ ની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસના મૌડી મંડળ દ્વારા મારો સન્માન સમારંભ રાખવા બદલ બધા નો આભાર વ્યક્ત કરુ છુ.જયારે આ મારુ નહીં બનાસ ની જનતા નું સન્માન છે.કુવાસી તરીકે મારે આભાર માનવો તેમજ હું OBC માંગ ને સમથૅન આપું છું.રોડ માટે જોબ વર્ક માંગીએ છીએ ત્યારે તેમને પત્ર લખવામાં ચુક આવી છે.કોઈ પણ સમાજ છાત્રાલય બનાવી શકે છે પણ ,પોચ કરોડ ના રસ્તા ના બનાવી શકે એટલે વસ્તી ગણતરી ની જરૂર છે.બનાસ કાંઠા સાંસદ ગેની બેન ઠાકોરે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવવા બદલ પ્રહાર કરતા જણાવ્યું હતું કે,વન નેશન વન ઈલેકશન ની વાતો કરતી ભાજપ ની સરકાર ગુજરાત માં સ્થાનીક સ્વરાજયની ચુંટણી પણ નથી કરી શકતી.સહકારી સંસ્થાઓ ને આડે હાથ લઈ પેટા કાયદા થકી ચુંટણીઓ કરી પોતાના લોકોને જ ગોઠવે છે તેવું ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું.
ગેની બેન ઠાકોરે વધુ જણાવ્યું લીવ ઈન રીલેશનશીપ મુદ્દે ગેની બેને કહ્યું હતું કે મારો અંત્રાઆત્મા આત્મા ના અવાજ માં દિકરી ના લગ્ન ની ગામ મા જ થાય તથા અસામાજિક તત્વો મૈત્રી કરાર નો દૂર ઉપયોગ સામે આવાજ ઉઠાવશે.૧૧ લાખ મામેરા પેટે આપ્યા એ બાબત નો ઉલ્લેખ કરીને દિકરી જ્યારે પરણી સાસરે જાય તે પહેલા ઘરે કંકુ ના થાપા મારે , તે ફિંગર પ્રિન્ટ કહેવાય અને દિકરી એવું કહેવા માગે છે કે મારે હવે મિલકત માં ભાગ નથી જોઈતો . જ્યારે દાહોદ ની ઘટના નો ઉલ્લેખ પશ્વિમ બંગાળ ની ઘટના મો આવેદનપત્ર આપે છે જ્યારે ગુજરાત માં કેમ ચુપ છે
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ,અમિત ચાવડા, ભરત સિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા.ગેનીબેન ઠાકોર ના સન્માન સમારંભ ના નામે ક્ષત્રિય ઠાકોર સમાજ નું એક શક્તિ પ્રદર્શન બની રહ્યું હતું . આ પ્રસંગે બળદેવજી ઠાકોર અને ચંદન જી ઠાકોરે ૧૧ લાખ નો ચેક આપી ગેની બેન ઠાકોર નુ મામેરું ભયુૅ હતું. જ્યારે જીલ્લા પ્રમુખ દેસાઈ અને પુવૅ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્ધારા એક લાખ રૂપિયા અને કપડાં પણ આપ્યા હતા.જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ શક્તિ ગોહિલ, અમિત ચાવડા,મુકુલ વાસનીકજી અને જગદીશ ઠાકોરે ગેની બેન ઠાકોર નુ ભવ્ય સ્વાગત કર્યું હતું.
0 ટિપ્પણીઓ